Tuesday, February 23, 2010

અંધશ્રદ્ધા ક્યારે દુર થશે?

અંધશ્રદ્ધા ક્યારે દુર થશે?


આજે જ્યારે દરેક વ્યક્તિ શિક્ષિત થવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ એવો વર્ગ પણ છે જે અંધશ્રદ્ધા ના વાતાવરણ માંથી બહાર નથી નીકળવા માંગતો કોઈ આજે પણ લોકો પોતાની કોઈ શારીરિક બીમારીને દુર કરવા માતાજીને પ્રસાદ ચડાવવાનું વચન આપતા હોય છે તો કોઈ પોતાને ત્યાં પુત્ર અવતરે તેના માટે પગપાળા કોઈ મંદિર કે કોઈ મસ્જીદ ઘણા કિલોમીટર દુર ચાલતા હોય છે તો કોઈ પોતાના જીવન સાથી માટે ભૂખ્યા રહી ને ઉપવાસ કરતા હોય છે, આ ઉપરાંત આવો વર્ગ પણ છે જે બાળકો કે કોઈ જાનવરની બલી અથવા પોતાના અંગોની બલી ચડાવતા હોય છે એવું નથી કે આવી અંધશ્રદ્ધામાં ફક્ત અભણ વ્યક્તિ જ માનતા હોય છે પરંતુ ભણેલો શિક્ષિત વર્ગ પણ અંધશ્રદ્ધામાં સપડાયેલો છે. (સૂર્યગ્રહણના દિવસે કર્ણાટકના ગુલબર્ગા શહેરના એક તળાવમાં 60 માસુમ બાળકોને ગરદન સુધી દાંટી દેવામાં આવ્યા હતા. અંધશ્રધ્ધાના નામે બાળકોના માતાપિતાએ કલાકો સુધી માસુમ બાળકોને દાટી રાખ્યા હતા. )

Saturday, February 20, 2010

"૩- idiots ની બાળકો પર અવળી અસર"


"૩- idiots ની બાળકો પર અવળી અસર"


હાલમાંજ પ્રદર્શિત થયેલી ફિલ્મ ૩- idiotsમાં શિક્ષણને લયને જે વાસ્તવિકતાઓ દર્શાવવામાં આવી છે તેની વર્ષ ૧૦ થી ૧૫ ની ઉમર ધરાવતા વિદ્યાર્થીઓ પર અવળી અસર થયી છે. આ ફિલ્મના ત્રણ પાત્રોમાં એક પાત્ર છે રાજીવનું આ રાજીવ પોતાના જીવનમાં શિક્ષણ અને પોતાની ઘરની પરિસ્થિતિને કારણે તાણમાં આવીને આત્મહત્યા કરે છે જો કે એ બચી જાય છે અને પછી પાછળથી તેને જે આત્મહત્યાનું પગલું ભર્યું હતું તે ખોટું હતું તેની ભૂલ તેને સમજાય છે. પરંતુ આજે આવો શિક્ષણને લયીને તાણ અનુભવતા કુમળા બાળકો આ દ્રશ્યને જોઇને તેનું આંધળું અનુકરણ કરવા લાગે છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે, હાલ ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ખાસ કરીને ફિલ્મના અડ્ડા સમાન રાજ્ય મુંબઈમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમરના વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ તેજીથી વધી રહ્યું છે. આ આત્મહત્યાઓને રોકવા માટે અને વિદ્યાર્થીઓ તાણ મુક્ત થાય એ માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડે પોતાની હેલ્પ-લાઈન શરુ કરી છે, વાલીઓની પણ ફરજ બને છે કે તેઓ પોતાના બાળકોને સમજે અને આવા પગલા ન ભરવા સમજાવે.