Monday, December 14, 2009


"મીડિયા જગતના મહાનાયક: શ્રી પ્રભાસ જોશીની યાદમાં બે શબ્દો"




દેલ્હી, મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ વગેરે મહાનગરોમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સફળતાપૂર્વક પત્રકારત્વ કરનાર શ્રી પ્રભાષ જોશીની યાદમાં આજે આખું મીડિયા જગત ડૂબી ગયું છે ત્યારે મીડિયા સાથે સંકળાયેલા દરેક મહાનુભાવોની કટારમાં હું પણ ઉભો છું.

વર્ષ ૧૯૯૧ માં શ્રી રાજેન્દ્ર માથુરના અવસાનના અંદાજે ૧૭ વર્ષ બાદ મીડિયા જગતના મહાનાયક એવા શ્રી પ્રભાસ જોશીની થયેલ અચાનક વિદાય પત્રકારત્વ સાથે સંકળાયેલા તેમજ તેમને ઓળખનાર દરેક વ્યક્તિને માટે એક દુ:ખદ બાબત ગણી સકાય

શ્રી પ્રભાષ જોશીનું પત્રકારત્વમાં યોગદાન મારા જેવા અનેક લોકો માટે આશીર્વાદના પુષ્પો સમાન બની રહેશે. પ્રભાશ્જીની ભાષા શૈલી, તેમનો અવાજ, તેમજ બોલવાની પધ્ધતિ, ક્રીચ્કેત તેમજ અન્ય રમતો વિશેની તેમની વિચાર્શ્રની, રાજકારણ વિશેના દ્રઢ મનોબળ ધરાવતા તેમના લાખનો, હિન્દી ભાષા માટેનું તેમનું સાહસ બળ, સમાચાર પત્રોનું સંપાદન કાર્ય અને આવીતો અનેક બાબતો છે જે શ્રી પ્રભાસ જોશીને યાદ કરવા માટે દરેકને મજબુર કરે છે.

રમતને ફક્ત મનોરંજન કે શારીરિક વ્યાયામ પ્રભાશ્જી નહોતા માનતા, તેઓ કહેતા કે રમત એ મનુષ્યનું ચરિત્ર બનાવે છે, ચરિત્રને વ્યક્ત અને પ્રકટ પણ કરે છે.

No comments:

Post a Comment